નેચર કોમ્યુનિકેશન જર્નલમાં પબ્લિશ રિસર્ચ કહે છે, વિટામીન-સી શરીરમાં તેજીથી ફેલાય રહેલા કેન્સરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. વિટામીન-સીના કારણે દર્દીઓને કીમો – રેડિએશન થેરાપીની જરૂર ઓછી પડી રહી છે.

અત્યારની સીઝન પ્રમાણે વિટામીન સી ધરાવતા ફળ અને શાકભાજીઓમાંથી સરળતાથી મળી રહે છે. જેમાં વિટામીન સી મોટી માત્રામાં મળે છે.

વિટામીન સી કેન્સર રોકવામાં મદદ કરે છે. વિટામિન સી ચહેરા પર ડાર્ક સર્કલ અને સ્ટ્રોકનો ખતરો 42% ઓછો કરે છે. શરીર નાની નાની કોશીઓનું બનેલું છે ત્યારે વિટામિન સી આજ કોષીઓને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે આ કોશ સ્વસ્થ રહે છે તો તેની સીધી અસર સ્કીન પર પડે છે. સ્કીન ચમકદાર દેખાય છે અને વધતી ઉંમરની અસર પણ ઓછી દેખાય છે. વિટામિન સી નસ અને હાડકા મજબૂત બંનાવવામાં મદદ કરે છે.

સ્ટ્રોકનો ખતરો ઘટાડવા

અમેરિકન વૈજ્ઞાનિકોને અનુસાર ડાયેટમાં વિટામિન સીનો ઉપયોગ સ્ટ્રોકનો ખતરો ઘટાડવામાં મદદ થાય છે. વૈજ્ઞાનિકનું કહેવું છે કે જો વ્યક્તિ ડાયેટમા ભોજનની સાથે ફળોનો ઉપયોગ કરે તો શરીરને અન્ય ઘણા પોષકતત્વો મળે છે.

ઇમ્યુનીટી વધારવા

વિટામિન સી ઇમ્યુનીટી સિસ્ટમ માટે પણ જરૂરી છે, તેની અંદર સમાયેલા શરીરમાં શ્વેત રક્ત કણિકાઓને અસરકારક બનાવે છે. પરિણામે શરીરની ઇમ્યુનીટી વધે છે

વધતી ઉંમરની અસર ઘટાડવા

અમેરિકામાં એક પબ્લીશ રિસેર્ચ કહે છે. વિટામિન સીના સેવનથી શરીરની અંદર અને બહાર અનેક ફેરફારો થાય છે. સ્કિન અને વાળની ડ્રાયનેસ ઓછી થાય છે. સૂરજના તેજ કિરણોથી થતું ડેમેજ થતી સ્કિનને પણ રોકી શકાય છે .

5 વસ્તુ કે જે વિટામીન-સીની પુર્તિ કરશે

– સંતરાનો રસ
– બ્રોકલી
– ટામેટાનો રસ
– 1 કિવી
– લાલ મરચું

આ 5 લક્ષણ વિટામીન સીની ઉણપ તરફ ઇશારો કરે છે

– નબળાઇ
– પેઢામાં લોહી આવવું
– દાંત નબળા પાડવા
-સ્કીન અને વાળમાં શુષ્કતા
– સાંધામાં દુઃખાવો