આજે વાત કરીએ એક એવા IPS ઓફિસર વિશે કે જેની વજન ઉતારવાની જર્ની કોઈ મિસાલથી ઓછી નથી. તેઓએ છેલ્લા 9 મહિનામાં પોતાનું વજન 43 કિલો ઓછું કર્યું છે. અત્યારે વિવેકરાજ સિંહનું વજન 87 કિગ્રા છે. આજથી 9 મહિના પહેલા તેમનુ વજન 130 કિલો હતું.

છતરપુરના DIG વિવેકરાજ સિંહ પોતાની વેઈટ જર્ની વિશે કહે છે કે, શરૂઆતમાં મેં ચાલવાનું શરૂ કર્યું હતું. ત્યારે એવો કોઈ ટાર્ગેટ ન હતો. હું 130 કિગ્રાનો હતો અને મને લાગતું હતું કે નેશનલ પોલીસ એકેડમીની પાસિંગ આઉટ પરેડ દરમિયાન 104 કિગ્રાનો ટારગેટ હતો. પરંતુ એ ચેઈઝ કરવો પણ અશક્ય લાગતો હતો.

સોશિયલ મીડિયામાં તેઓએ વેટ લોસ જર્ની શેર કરી હતી. તેઓએ જણાવ્યું કે, બાળપણથી જ તેમનું વજન વધારે હતું. જ્યારે ધો.8માં હતા ત્યારે તેમનું વજન 88 કિગ્રા હતું. બાદમાં પોલીસ એકેડમી સુધી પહોંચતા તેમનું વજન 134 કિગ્રા થઈ ગયું હતું. એકેડમીમાં સખત મહેનતના અંતે 104 કિલો વજન થયું પરંતુ બાદ બિહાર પોસ્ટિંગ થયું જ્યાં તેમનું વજન ફરી 134 કિગ્રા થઈ ગયું હતું.

વજન ઘટાડવાની શરૂઆત તેઓએ વોકિંગ દ્વારા કરી હતી. વોકિંગ સમયે તેઓ સ્ટેપ સેટ ગો નામની એપ્લિકેશન પર યુઝ કરતા. ધીમે ધીમે સ્ટેપ્સ વધારતા ગયા. ત્યારબાદ દરેક દિવસને પડકારની રીતે લેવાનું શરૂ કર્યું અને મારૂ વજન ઘટતું હતું. તેમ તેઓએ જણાવ્યું. અંદાજે 6 મહિનામાં 28 કિગ્રા વજન ઓછું થયું ત્યારે તેઓને આઇડિયા આવ્યો કે, તેમના મસલ્સ પર પતલા થઈ રહ્યા છે. ફેસબુકમાં એક ફીટર ગ્રુપ છે. તેમાંથી અનેક માહિતી મળી. બાદમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ પર કામ કર્યું. ડાયેટ પર ધ્યાન દેવાનું શરૂ કર્યું. આ બાદ મેં હેલ્ધી લાઈફસ્ટાઈલને અપનાવી. જ્યારે કોઈનો કોલ આવે ત્યારે ચાલવાનું શરૂ કરી દેતો હતો.

વજન ઘટાડવા માટે શેર કરી ખાસ ટીપ્સ

હેલ્ધી લાઈફસ્ટાઈલનો સ્વીકાર કરો, ફૂડના પોષક તત્વો ( કેલેરી, ફેટ, પ્રોટીન) પર ખાસ ધ્યાન આપો. ઈન્ડિયન ફૂડમાં પ્રોટીન ઓછું હોય છે. આ ઉપરાંત શું આરોગો છો, કેટલી માત્રામાં લો છો. તમને કેટલી જરૂરત છે તે ખાસ ચેક કરો. તમને અનુકુળ આવે તે કસરત કરો, અન્યના દરરોજ વોકિંગ નિશ્ચિત કરો.