સુરતમાં 11 કરોડ ના બોગસ બિલિંગ મામલે મુખ્ય સૂત્રધાર નિલેશ ભાલાલા ની ધરપકડ કરવામાં આવી છે. જે નિલેશ ભાલાલા એ 21 બોગસ પેઢીઓ બનાવી 5.38 કરોડ ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટી લીધી હતી. ત્યારે આ મામલે Cgst વિભાગે નિલેશની ધરપકડ કરી લીધી છે. કોર્ટે નિલેશને 14 દિવસ જ્યૂડીશયલ કસ્ટડીમાં લાજપોર જેલ મોકલી આપ્યો છે.

જો કે, સીજીએસટી વિભાગની ટીમે શકદારની ધંધાકીય સ્થળો પરથી કબજે કરેલા વાંધા જનક હિસાબી દસ્તાવેજોના વેરીફિકેશનની કાર્યવાહી હાથ ધરતા શકદારે કુલ 21 જેટલી બોગસ પેઢીઓના નામે અંદાજે 11 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતુ.

શકદાર સંચાલક નિલેશ ભાલાળાએ ભૌતિક રીતે માલ સપ્લાય કર્યા વગર જ માત્ર કાગળ પર ધંધાકીય વ્યવહારો દર્શાવીને બોગસ બિલિંગના આધારે અંદાજે 5.38 કરોડ રૂપિયાની આઈટીસી ઉસેટી સીજીએસટી એક્ટનો ભંગ કર્યો હતો. જે બોગસ બિલિંગ મામલે મુખ્ય સૂત્રધાર નિલેશ ભાલાલા ની ધરપકડ કરવામાં આવી છે. સુરતના ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિતકુમાર દવેની કોર્ટમાં રજુ કરી જ્યુડીશ્યલ રિમાન્ડ માંગતા કોર્ટે શકદારને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.