ગુજરાતના શહેરોમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ પખવાડિયું ગુજરાતના શહેરો માટે અત્યંત ગંભીર સાબિત થઈ રહ્યું છે. જયારે શહેરના નિષ્ણાત તબીબોના મતે રાજકોટ માં કોરોનાની સેકન્ડ લહેર જોવા મળી રહી છે. જયારે રાજકોટના PGVCL ના કૉર્પોરેટ કચેરી ના વધુ 11કર્મીઓ કોરોના મા સપડાયા છે. કોરોના ના વધતા સંક્રમણ મુદે અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા છે.

અત્યાર સુધી 300 કર્મીઓ કોરોના મા સપડાઈ ચૂક્યા છે. કોરોના જેવી ગંભીર મહામારી હોવા છતા કર્મીઓએ હક્ક રજા મુકવી પડે છે, જેના પગલે યુનિયનમાં ભારે કચવાટ ચાલી રહી છે. શહેરમાં બીજી લહેર ચાલી રહી છે. જો આ 15 દિવસ દરમિયાન લોકો નિયમોનું ચુસ્તપણે પાલન નહીં કરે તો રાજકોટવાસીઓ જ રાજકોટને જોખમમાં મૂકી દેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.