અમદાવાદમાં વધુ 2 સ્માર્ટ શાળાઓ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે. જે ચૂંટણી પૂર્વે શિક્ષણમાં સ્માર્ટ બનવા અમદાવાદ મનપાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. AAP ની દિલ્લી શિક્ષણ મોડલ અંગે રાજનીતિ બાદ શિક્ષણ સમિતિ સક્રિય થઇ ગઈ છે. અમદાવાદમાં સ્માર્ટ શાળાનો આંક 13 એ પહોંચ્યો છે. જે ઓગષ્ટ સુઘી 42 સ્માર્ટ શાળાઓ ખુલ્લી મુકવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સ્માર્ટ શાળા ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા, ગુગલ સ્માર્ટ રૂમથી સજ્જ ડિજિટલ બોર્ડ, સીસીટીવી અને ફુલપ્રુફ ફાયર સુવિધાથી શાળા સજ્જ કરવામાં આવેલ છે. નાના બાળકો રમકડાંથી સજ્જ પ્લે એરિયા પણ ઉભો કરવામાં આવ્યો છે. ત્યારે ખાનગી શાળાઓને ટક્કર આપે એવી સરકારી શાળાઓની શરૂઆત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગુજરાત વિધાન સભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ ને ઘેરી રહ્યા છે અને ભાજપની કામગીરી પર સવાલો ઉભી કરાઈ રહ્યા છે ત્યારે હવે ભાજપ સરકારમાં અમદાવાદમાં વધુ 2 સ્માર્ટ શાળાઓ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે.