દેશમાં નોટબંધી બાદ પણ નકલી નોટો છાપવાના કિસ્સા વારંવાર સામે આવતા રહે છે. અને આ નકલી નોટ બજારોમાં ફરતી કરવામાં આવે છે જેને કારણે દેશમાં નકલી નોટ ઘુસાડવાની ફરિયાદો અવારનવાર આવતી જ રહે છે.

આવો જ એક કિસ્સો હાલ મહેસાણા એચ ડી એફ સી બેંકમાં બન્યો છે. મહેસાણા એચ ડી એફ સી બેંકમાં 20000 ની નકલી નોટ મળી આવી છે. આ 20000 ની નકલી નોટમાં 200 ના દર ની 100 નોટ બેંકમાં મળી આવી છે. આ નકલી નોટ બેંકમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પધરાવી દેવામાં આવી છે. જેની બેન્ક મેનેજર દ્વારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ બાદ આ સંપૂર્ણં ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.