ભાવનગરમાં વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જે પરીક્ષા આપતા 30 વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા છે. ઘટનાના પગલે 108 એમ્બ્યુલન્સની ટીમે વિદ્યાર્થીઓને સારવાર આપી છે. જે ભાવનગરમાં ચાલુ પરીક્ષાએ 25 વિદ્યાર્થીને મધમાખી કરડી છે. જેમાં તળાજાના સથરામાં બોર્ડની પરીક્ષા દરમિયાન ઘટના બની છે.

મધમાખીઓએ વિદ્યાર્થીઓને ડંખ મારતા શિક્ષણ વિભાગ દોડતું થયું છે. જોકે, 108ની ટીમે તાત્કાલિક સારવાર આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા હતા. શિક્ષણાધિકારી એ. જી. વ્યાસે આ અંગે જણાવ્યું હતું કે, 10થી 15 જેટલા વિદ્યાર્થીઓને મધમાખીઓએ ડંખ માર્યો છે, પરંતુ 108ની ટીમે તાત્કાલિક સારવાર આપતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શક્યા છે.

ઉલ્લેખનિય છે કે, ભાવનગરના સથરામાં બોર્ડની પરીક્ષામાં અફરાતફડી ફેલાઇ હતી. જેમાં મધમાખીના ઝૂંડે 25થી વધુ વિદ્યાર્થીઓને ડંખ માર્યા છે. તેમાં ચાલુ પરીક્ષાએ વર્ગખંડમાં મધમાખીનું ઝૂંડ ત્રાટક્યું હતુ. જેમાં 108 મારફતે 10થી વધુ વિદ્યાર્થીઓને સારવાર અપાઈ છે.