વરાછામાં 4.03 કરોડના હીરાની છેતરપિંડી મામલે પોલીસ એક્શનમાં….!

સુરતમાં બે ભાગીદારો દ્વારા કારીગરોને છેતરવામાં આવવાની ઘટના સામે આવી હતી. જેમાં કારીગરોના પૈસા પચાવી પાડવામાં આવ્યાની ઘટના સામે આવી હતી. સુરતના વરાછામાં હીરા પેઢી ના બે ભાગીદારોએ કારીગરો સાથે મળી 4.03 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. 10 ભાગીદારો સાથે મળી જી એન બ્રધર્સ નામે હીરાની પેઢી ચલાવવામાં આવી રહી હતી.
જ્યારે હવે આ મામલામાં વરાછા પોલીસ દ્વારા બે ભાગીદારો સહિત 4 ની ધરપકડ કરવામાં આવી છે. જી એન બ્રધર્સ નામની હીરા પેઢી ના બે ભાગીદારો એ બે કારીગરો સાથે મળી કરી છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે ભાગીદાર વિજય બદરખિયા અને તેના પિતા ધીરુ બદરખિયા ની ધરપકડ કરી છે.
તેની સાથે બે કારીગરો પ્રકાશ સોજીત્રા અને બિપિન તળાવીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. સારી ક્વોલિટી ના હીરા કાઢી લઈ હલકી ક્વોલિટી ના હીરા મૂકી દેવામાં આવતા હતા
નોંધનીય છે કે, વરાછામાં જી. એન. બ્રધર્સ હીરાની પેઢીમાં 2 ભાગીદારોએ 2 કર્મચારી અને 2 હીરા દલાલ સાથે મળી રફ હીરાના માલને બદલી નાખી કુલ 4 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. જ્યારે ભાગીદાર ઈશ્વરભાઈ ખુંટે દ્વારા ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસ દવા ભાગીદાર વિજય ઉર્ફે વી.ડી ધીરૂ બદરખીયા, જીગ્નેશ કાકડીયા, કર્મીઓમાં ગૌતમ કાછડીયા, પ્રકાશ સોજીત્રાઅને દલાલો ધીરૂ બદરખીયા અને બીપીન તળાવીયાની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.