અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ચાલતી સંસ્થામાંથી 7 વર્ષ બાળક ગુમ થયો છે. જે શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સંસ્થામાંથી સાત વર્ષનું બાળક ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. 25 મે ના રોજ બાળકને સંસ્થામાં મુકવામાં આવ્યો હતો. અને કાલે 8.30 વાગ્યે બાળક જમીને જાતે ભાગી ગયો હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં અનાથ બાળકો માટે આશ્રમ ચાલે છે.

આ બાળક વાસણા થી બિનવારસી હાલતમાં મળી આવતા સંસ્થામાં મુકવામાં આવ્યું હતું. કાલુપુર પોલીસે બાળક ગુમ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જો કે, આ બાળક રસ્તા પર દોડતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ પણ સામે આવ્યા છે. જે બાળક કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સંસ્થામાંથી જાતે ભાગીને જતુ હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે હાલના સમયમાં બાળકો ગુમ થવાના અને ભાગી જવાના બનાવો માં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેને લઈને પોલીસમાં અનેક ફરિયાદો પણ સામે આવી રહી છે.