અમદાવાદ સરકારી વીમા કંપનીઓ અને ખાનગી હોસ્પિટલ્સ એસોસિએશન આમને સામને આવી ગયું છે. 15 જાન્યુઆરીથી સરકારી વીમા કંપનીઓના વીમા ધારકો માટે કેશ લેશ સુવિધા બંધ કરવામાં આવશે. 125 થી વધુ ખાનગી હોસ્પિટલમાં કેસલેસ સુવિધા બંધ થશે. 80% વીમાધારક દર્દીઓને રઝળપાટ થશે. સરકારી વીમા કંપનીઓના એગ્રીમેન્ટ રિન્યુઅલ કરવામાં ધંધિયા કરતી હોવાનો AHNA નો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ધી ન્યુ ઇન્ડિયા એસયોરન્સ, ધી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ, નૅશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા સામે AHNA નો આક્ષેપ કરવામાં આવ્યો છે. કંપનીઓ દ્વારા કલેમના નાણાં સમયસર ચુકવવામાં નહિ આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ અંગે AHNAના પ્રમુખ ડો.ભરત ગઢવીએ જણાવ્યું કે, સરકારી વીમા કંપનીઓ દ્વારા નિયુક્ત કરેલ થર્ડ પાર્ટી એડમિનિટ્રેટરએ દર્દીઓ અને હોસ્પિટલમાં ઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. છેલ્લા બે વર્ષથી AHNA દ્વારા વીમા કાંપનીઓને રજુઆત કરવામાં આવે છે. પણ આ રજુઆત કંપનીઓએ કાને ધરી નથી. જેના કારણે 15 જાન્યુઆરીથી સરકારી વીમા કંપનીઓના વીમા ધારકો માટે કેશ લેશ સુવિધા બંધ કરાશે.