રાજકોટના રાજકુમાર કોલેજમાં વહેલી સવારે આગ લાગી હતી. આ આગની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને આ આગને કાબુમાં લીધી હતી. આ આગ કોલેજના ક્લબ હાઉસમાં પંખામાં સૉર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવી રહ્યું છે. જે આગ લાગતા બાજુની વિંગમાં રહેલા વિદ્યાર્થી ઓનો બચાવ કરવામાં આવ્યો છે.

ઘટનાને પગલે રાજકોટની ફાયબ્રિગેડના ફાયર ફાઇટરોની સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો હતો. કોઇ કારણોસર ભીષણ આગ લાગી હતી. આથી આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

કોલેજમાં અચાનક આગ લાગતા વિદ્યાર્થીઓને સહી સલામત બહાર ખસેડાયા હતાં. આ બનાવની જાણ થતાં નગરપાલિકાના ફાયર ફાઇટરોની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું.આગમાં ફર્નિચર, કોમ્પ્યુટર ટેબલ, પ્રિન્ટર રૂમ સહિત બધું જ બળીને ખાક થઈ ગયું હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. કોલેજમાં જ્વલનશીલ પ્રવાહી અને લાકડાનું ફર્નિચર હોવાને કારણે આગ ઉગ્ર બની હોય એમ કહી શકાય છે.