ભુપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓએ આજે મંત્રી તરીકેના ચાર્જ સંભાળવાના શરૂ કરી નાખ્યા છે. આજે મંત્રી તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ એક્શન મોડમાં આવ્યા છે. જામનગર અને સૌરાષ્ટ્રના અતિભારે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપી બનાવવા આદેશ આપવામાં આવ્યા છે.

નુકસાનીના અંદાજ મુજબ ખેતી, પશુપાલન અને માલસામાનને થયેલ નુકસાનીની સહાય ચુકવવામાં આવશે. જામનગર અને સૌરાષ્ટ્રના ભારે વરસાદ પ્રભાવિત વિસ્તાર નુકસાની સદર્ભે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી સાથે કૃષિ વિભાગની બેઠક યોજવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને કૃષિ વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેવાના છે.

કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી હંસરાજભાઈ પટેલ દ્વારા આજે સ્વર્ણિમ સંકુલ-૧ ગાધીનગર ખાતે વિધિવત પદભાર સંભળાવવામાં આવ્યો છે. આજે પૂજન અર્ચન કરીને વિધિવત પ્રવેશ કરવામાં આવ્યો છે આ દરમિયાન તેમના સમર્થકો સહિત અધિકારીઓ એ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

મંત્રી પટેલ દ્વારા પદભાર સંભાળ્યા બાદ જણાવવામાં આવ્યું હતુ કે, રાજયના કૃષિકારો, પશુપાલકો અને પાજરાપોળના ટ્રસ્ટીઓ માટે સદાય હકારાત્મક અભિગમ થકી સંને સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કરવામાં આવ્યો હતો. રાઘવજી હંસરાજભાઈ પટેલ, ૭૭-જામનગર (ગ્રામ્ય) મત વિભાગ (જામનગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચુંટાયા છે. તેમનો જન્મ ૧ લી જૂન, ૧૯૫૮ના રોજ મોટા ઇંટાળા, તા. ધ્રોલ, જિ. જામનગર ખાતે થયેલ હતો. તેમણે બી.એ., એલ.એલ.બી.સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ ખેતી અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યવસાય સાથે સંકળાયેલ છે. આ અગાઉ તેઓ એ ગ્રામ ગૃહનિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપેલ છે.