ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે.

દિન-પ્રતિદિન લુંટ, ચોરી, ચીલઝડપ સહિતના બનાવો વધી રહ્યાં છે. કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ છૂટી જતા. ધંધો ન રહેતા લોકો ગુનાખોરીના માર્ગે વધ્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે. જે રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે.

રાજકોટમાં પોલીસ સ્ટેશન નજીક રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો છે. 50 મીટર દૂર હત્યાનો બનાવ સામે આવ્યો છે. રણુજા મંદિર નજીક યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિકમાં બાઈકનું હેન્ડલ અડી જતા બોલાચાલી થઈ ગઈ હતી. ઉગ્ર બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, પરાક્રમ સિંહ ઘનશ્યામ સિંહ પઢિયાર નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેમાં અજાણ્યા શખ્શો દ્વારા છરીના તિક્ષણ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.

જ્યારે આ યુવકની હત્યા બાદ બંને વ્યક્તિઓ નાસી ગયા હતા. બનાવની જાણ થતા જ આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડા અને ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ હરકતમાં આવી ગઈ હતી. પોલીસ દ્વારા કિશન ટાંક નામના વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે તેનો સાથીદાર નાસી છૂટ્યો હોય તેના પરિવારજનોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ફ્રૂટ લેવા ગયેલા યુવાન પુત્રની હત્યા થયાની જાણ થતા પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.