કોરોનાની બીજી લહેર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે ઘાતક બની છે. રાજકોટ સિવિલની બહાર લાગેલી લાઈનોથી લોકોમાં ચિંતા પ્રસરેલી છે. ત્યારે આજે એક મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

રાજકોટમાં ટેસ્ટિંગ બુથ પર રાહત જોવા મળી છે. ટેસ્ટિંગમાં લાગતી કતારોમાં આજે ખુબ જ જૂજ પ્રમાણમાં લોકો જોવા મળ્યા છે. રાજકોટમાં સૌથી વધુ જાગૃતતા ટેસ્ટિંગમાં હતી ત્યાં પણ આજે કતારો ખૂટી છે. રાજકોટના કેકેવી ચોક ખાતે આજે ખુબજ ઓછી સંખ્યામાં ટેસ્ટિંગ કરાવતા લોકો જોવા મળ્યા છે. આ દ્રશ્ય જોત ક્યાંક સંક્રમણ અટકતું હોય તેવું લાગી રહ્યું છે. આવનારો સમય રાજકોટ માટે કોરોના મુક્ત બને તેવી પણ શકયતા છે.

તો બીજી બાજૂ, શહેરની કુંડલીયા કોલેજમાં રેમડેસીવર ઇન્જેક્શનની લાઇન ઘટી છે. અત્યારે સરળતાથી દર્દીઓના સ્વજનોને રેમડેસીવર મળી શકે છે.

મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 524 કેસ સામે આવ્યા છે જેમાં શહેરના 397, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 127 છે. તેની સાથે કોરોનાના કેસ ઘટવાની સાથે મોતના આંકડા પણ ઘટયા છે. છેલ્લા 24 કલાકમાં 72 નાં મોત નીપજ્યા છે.