છેલ્લા થોડા દિવસોથી ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ભારતમાં ટી-20 સીરીઝ ચાલી રહી છે. આ સીરીઝમાં સાઉથ આફ્રિકા બહાર સામે 2-1 થી આગળ રહેલી છે. એવામાં સીરીઝની ચોથી મેચ રાજકોટમાં રમાવવાની છે. તેના લીધે રાજકોટ માં આજે ક્રિકેટ જલસો રહેલી છે.

રાજકોટમાં આજે સાંજે ખઢેરી સ્ટેડિયમ માં ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે જંગ રમાશે. ક્રિકેટ રસિયાઓ માં ઉત્સાહ નું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. રાજકોટ માં ભારતે આ મેચ જીતવી જરૂરી છે. બન્ને ટિમો એ ગઈકાલે સખત નેટ પ્રેક્ટિસ કરી હતી.

આજના મેચ માં વરસાદ નું વિઘ્ન નહીં નડે તો દર્શકો ને મળશે ચોગ્ગા છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે. ભારતે શ્રેણી બચાવવાં આ મેચ જીતવી જરૂરી છે. રાજકોટ રૂરલ પોલીસ નો સ્ટેડિયમ સહીત આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

તેની સાથે ભારતનો 64 પૈસા અને આફ્રિકાનો રૂપિયા 1/40 પેસા નો ભાવ ખુલ્યો છે. રાજકોટ માં અંદાજે 10 કરોડનો સૌરાષ્ટ્રમાં પચાસ કરોડનો સટ્ટો રમાંવવા નો અંદાજ છે. રાજકોટ ના મોટા ભાગના બુકીઓ સોદા નહીં લે. આમ સટ્ટા બજાર માં ભારત ની ટીમ હોટ ફેવરિટ છે.