હાલમાં દેશમાં કોરોના જેવી જીવલેણ મહામારીમાં લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી પડતા આત્મહત્યાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જે લોકો ના રોજગાર ધંધા છીનવાઈ જતા, તો બીજી તરફ ધંધામાં દેવું વધી જતા પણ લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જે રંગીલું રાજકોટ આપઘાતનું કેપીટલ શહેર બન્યું છે.

જો કે, છેલ્લા 5 વર્ષમાં 2104 આપઘાતના બનાવ સામે આવ્યા છે. અઢી માસમાં 100 થી વધુ લોકોએ આપઘાત કર્યો છે. જેમાં આર્થિક ભીંસ, પ્રેમ સબંધ અને ધરકંકાસ મુખ્ય કારણો બન્યા છે. આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો સર્વે કરવામાં આવ્યો છે. સરેરાશ 7 દિવસમાં રાજકોટમાં 12 થી વધુ આપઘાતના બનાવો બની રહ્યા છે.

ગુજરાત સહિત દેશભરમાં કોરોના તેની ચરમસીમા પર હતો ત્યારે ઘણા લોકોને તેના કારણે સર્જાયેલા સંબંધોમાં તણાવ અને નાણાકીય તંગીને કારણે માનસિક હતાશા ઘેરી વળી હતી. જેના કારણે આપઘાત કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે.

2016 માં 408
2017 માં 434
2018 માં 438
2019 માં 403
2020 માં 421

જે હજુ પણ દિવસે ને દિવસે આ આત્મહત્યાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.