ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે.

દિન-પ્રતિદિન લુંટ, ચોરી, ચીલઝડપ સહિતના બનાવો વધી રહ્યાં છે. કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ છૂટી જતા. ધંધો ન રહેતા લોકો ગુનાખોરીના માર્ગે વધ્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે. જે રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. એવામાં વડોદરાથી તેવા જ એક સમાચાર સામે આવ્યા છે.

વડોદરાના લીફ્ટના બહાને રીક્ષામાં બેસાડી યુવતી પર ગેંગરેપ થયો છે. 3 માસ અગાઉ લિંગસસ્થડી ગામની સીમમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. રિક્ષાચાલકોએ અંતરિયાળ રસ્તે લઈ જઈ દુષ્કર્મ આચર્યુ છે. યુવતી મુંબઈ ખાતે ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ત્રણ માસનો ગર્ભ રહી જતાં યુવતી મુંબઈ ખાતે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, 3 માસ અગાઉ બનેલી ઘટના યુવતીએ છુપાવી મુંબઈ જતી રહી હતી. યુવતી ડભોઇના બાણાજ ગામની રેહવાસી છે. મુંબઈ ખાતેથી ફરિયાદ ટ્રાન્સફર થઇ ડભોઇ આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈકાલે યુવતીનો મૃતદેહ કરજણના કુરાલી ગામે આવેલ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે. ડભોઈ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.