સુરતમાં VNSGU ની સેનેટની ચૂંટણીમાં પણ આપ ઝંપલાવશે. આપ ના અરવિંદ કેજરીવાલ સીધી નજર રાખશે. આગામી 14 ઓગસ્ટે યુનિવર્સીટીની સેનેટની ચૂંટણી યોજાનાર છે. 6 ઓગસ્ટ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. 32 બેઠકો માટે કુલ 1,68,000 મતદાતાઓ છે.

સેનેટ માટે અરવિંદ કેજરીવાલ 21 જુલાઈના રોજ સુરત આવી શકે છે. આપ ના વિદ્યાર્થી નેતાઓ સાથે બેઠક કરી ઉમેદવારો નક્કી કરશે. સેનેટની 32 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતરશે. ભાજપ દ્વારા પણ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ને જવાબદારી સોંપાઈ છે. કોઈપણ પાર્ટીએ હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી.

નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા 19 જુલાઇના સેનેટ ચૂંટણી માટે નામો નકકી કરી શકે છે. આપના સૂત્રો મુજબ 21 જુલાઇએ અરવિંદ કેજરીવાલના સુરત આવવાની શક્યતા રહેલી છે. આપની વિદ્યાર્થી પાંખના પ્રમુખ દર્શિત કોરાટે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાર્ટી દ્વારા બે લોકોની નિમણૂકતા કરવામાં આવી છે. તેમને વેતન પણ ચુકવવામાં આવશે. અરવિંદ કેજરીવાલ દ્વારા વિદ્યાર્થી નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે.