રાજકોટની માસુમ અંબા આજે ઇટલી ભણી જઈ રહી છે. ત્યજી દેવાયેલી માસુમ દીકરી અંબા કાઠિયાવાડ આશ્રમમાં ઉછરી રહી છે. ત્યારે આજે ઇટલીના દંપતીએ અંબાને દતક લેતા આજે માતાપિતાને સોંપાય છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હાજર રહ્યા હતા.

રાજકોટની માસુમ અંબા આજે ઇટલીના પરિવારને દત્તક અપાઈ છે. ત્યજી દેવાયેલી માસુમ દીકરી અંબા કાઠિયાવાડ આશ્રમમાં ઉછરી રહી છે.ઇટાલીના દંપતીએ દતક લેતા આજે માતાપિતાને સોંપવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇટલીના દંપતીને અંબા દત્તક અપાઈ છે.

મહત્વનું છે કે, ફેબ્રુઆરી 2020માં ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી, ત્રણ મહિના અમૃતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બે વર્ષની અંબા હવે ઇટાલી જશે. ગુંથર અને કેટરીને ભારત માંથી બીજું બાળક દત્તક લીધું છે. સ્પેશિયલ કેટેગરીમાં અંબા આવતી હોવાથી દત્તક લીધી છે.
મહિકા અને ઠેબચડા ગામના રોડ પર થી ત્યજી દીધેલી બાળકી મળી આવી હતી…

રાજકોટ પોલીસ પરિવાર અને પોલીસ કમીશ્નરના માર્ગદર્શનમાં અંબાનો તમામ ખર્ચો ઉઠાવવામાં આવ્યો હતો…કાઠિયાવાડ બાલશ્રમમાં સ્પેશ્યલ કેર ટેકર દ્વારા સંભાળ લેવાતી હતી..