રાજકોટની જનસંખ્યા અને વિસ્તાર વધતા પાણીની જરૂરિયાતને ધ્યાને લઇને પાણી વિતરણનો વિસ્તૃત પ્લાન તૈયાર રાજકોટ મનપા દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મોટા પાયે ડી.આઈ પાઇપ લાઈન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્લાન અંતર્ગત WTP વધારાશે, પાઇપ લાઈન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વધારાશે, ESR અને GSR પણ વધારવામાં આવશે.

ચંદ્રેશનગર વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે મીટર લગાવી પાણી વિતરણ કરાશે.હાલ દરરોજ રાજકોટવાસીઓને મળે 20 થી 30 મિનિટ પાણી મળે છે. ત્યારે મીટરથી 24 કલાક પાણી વિતરણ કરાશે તો પાણીનો બગાડ પણ અટકશે તેમ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે નીવેદન આપ્યું છે. આવનારા દિવસોમાં રાજકોટવાસીઓને 24 કલાક પાણી વિતરણ કરવામાં આવશે.