મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં MOU સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબ્રેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મૂંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે.

આ પ્લાન્ટ અંદાજે રૂપિયા ૩૭,પ૦૦ કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામશે તેમજ ૩૪૦૦ થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટની તકો પૂરી પાડશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર સંદર્ભે રાજ્યમાં વધુ રોકાણો પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને POSCO-અદાણી વચ્ચે આ MOU થયા છે.

પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત ઉત્પાદન પ્લાન્ટ ર૦ર૬ સુધીમાં કાર્યરત થશે. એટલું જ નહિ, ગ્રીન એનર્જી સાથેનો આ સ્ટિલ પ્લાન્ટ બનશે