વડોદરામાં છેલ્લા થોડા સમયથી રખડતા ઢોરનો ત્રાસ તમામ વિસ્તારોના રહીશો માટે અસહ્ય બની ગયેલ છે. તેને કારણે અનેક અકસ્માત સર્જાતા જોવા મળી રહ્યા છે. સરકાર વારંવાર ટકોર બાદ પણ આ લોકો બાજ આવતા ઢોરને રખડતા મોકલી દેતા હોય છે. જેના કારણે ક્યારેક કોઈને ગંભીર ઈજા થાય છે કયારેક કોઈનું મોત નીપજે છે. ત્યારે વડોદરામાં રસ્તે રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.

વડોદરામાં સંગમ ચાર રસ્તા પાસે રોડ પર ભાગતી ગાયે ગઈકાલે સાંજે યુવકને અડફેટે લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે નોકરી પૂરી કરી બાઈક પર ઘરે પરત ફરી રહેલા શૈલેષ નાયકને ગાયે અડફેટે લીધો હતો. શૈલેષ રોડ પર પડી ગયા બાદ પણ ગાયે શિંગડું માર્યું હતું. ગાયે શૈલેષ નાયકના પેટ અને પીઠના ભાગે ગંભીર ઈજા પહોચાડી છે. શૈલેષ નાયકને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો જ્યાં 7 થી વધુ ટાંકા આવ્યા હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. જે રખડતાં ઢોરોના ત્રાસથી નાગરિકો પરેશાન થઇ રહ્યા છે.

જો કે વડોદરા શહેરના અનેક માર્ગો પર સવાર સાંજ રખડતાં ઢોરોનો ખડકલો થાય છે. જ્યારે રસ્તે રખડતાં ઢોરને જોવા મળી જાય છે. વડોદરા મેયર કેયુર રોકડીયાએ શહેરને ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવાની વાત કરી હતી. પરંતુ હજુ પણ વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરા પાલિકાની ઢોર ડબ્બાની ટીમો કાર્યવાહી કરે છે, તેમ છતાં ઢોરોનો ત્રાસ યથાવત રહેલો છે. લોકોનું નિવેદન, રખડતા ઢોરનો ત્રાસ ક્યારેય પાલીકા દૂર કરી શકશે નહીં. જ્યારે ઢોરના કારણે અકસ્માત થાય છે. તેમ છતાં તેને લઈને વડોદરા વાસીઓને કોઈ છુટકારો મળી રહ્યો નથી.