કોરોનાકાળ દરમિયાન રાજ્યભરની અનેક હોસ્પિટલો સહિત અનેક જગ્યાએ પર નાના-મોટી આગની દુર્ઘટના સર્જાઈ હતી. આગમાં અનેક લોકોના મોત થયા હતા. અવારનવાર આગની બનેલી ઘટનાઓ બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને ફાયર સેફ્ટી મામલે આડેહાથ લીધી હતી. આ કારણોસર કોર્પોરેશન દ્વારા  છેલ્લા કેટલાક દિવસથી ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ ન કરનાર મિલકતો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. શાળાઓમાં બાળકો, શિક્ષકો અને સ્ટાફ માટે ફાયરની સુવિધા હોવી અત્યંત જરૂરી છે. જો શાળાઓમાં ફાયર સેફટી નહીં હોય તો હાઇકોર્ટ આ શાળાઓની મંજૂરી રદ્દ કરશે તેવી ટકોર કરી ચૂકી છે.

શહેરની હોસ્પિટલો, ઓફિસો, દુકાનો, કલાસીસ અને સ્કૂલોને સીલ કરવામાં આવી છે. જો કે શાળા સંચાલકો પાસે Bu પરમિશન ન હોવાથી અનેક શાળાઓ સીલ કરવામાં આવી છે. આ કારણોસર શાળા સંચાલકોમાં ઉદાસી જોવા મળી રહી છે અને સરકારને આજીજી કરી રહ્યા છે કે જે છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ રહી છે જ્યારે માંડ શાળાઓ શરૂ થઈ ત્યારે સીલ કરવામાં આવી રહી છે.

ત્યારે સુરત ગ્રામ્યની 175 શાળાઓને ફાયર સેફટી મામલે નોટિસ ફટકારાઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની તપાસમાં બેદરકારી મળી આવી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ 175 શાળાના સંચાલકોને શો કોઝ નોટિસ ફટકારી છે.  65 શાળાના સનચાલકોએ તો ફાયર સેફટી ઉભી કરવા અરજી પણ નથી કરી. જો કે 29 જેટલી સરકારી શાળાઓમાં પણ ફાયરસેફટી નથી તો કોને નોટિસ આપવામાં આવશે?