સુમુલ ડેરી બાદ હવે સુરત ડિસ્ટ્રીકટ કો ઓપ બેન્ક પણ વિવાદમાં આવી ગઈ છે. સુરત ડિસ્ટ્રીકટ બેન્ક ના બે ડિરેક્ટરોએ પોતાના સંતાનો ને બેન્ક માં જ નોકરી અપાવી છે. બારડોલી ના સાંસદ પ્રભુ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પત્ર લખ્યો છે.

તેની સાથે ભાજપ સાંસદ પરભુ વસાવાનો આક્ષેપ સુરત ડિસ્ટ્રીકટ બેન્ક ના ડિરેકટર નરેન્દ્રસિંહ મહિડા અને બેંકના ડિરેકટર તથા માજી ધારાસભ્ય કિરીટ ગંગારામ પટેલે હોદ્દાની વગ વાપરી પોતાના સંતાનો ને બેંકમાં નોકરી અપાવી છે. સુરત જિલ્લાના સહકારી ક્ષેત્ર માં ભાજપ ના આંતરિક ડખા અને વૈમનસ્ય હવે સપાટી ઉપર આવવા લાગ્યા છે.

જ્યારે સાંસદ પ્રભુ વસાવા ડિરેકટર નરેન્દ્રસિંહ મહિડા સામે ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણી હારી ગયા હતા. બીજી તરફ માજી ધારાસભ્ય કિરીટ ગંગારામ પટેલ ડિસ્ટ્રીકટ બેન્ક ની ચૂંટણીમાં ભાજપ ના પૂર્વ જિલ્લા અને જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિન દાઢી સામે ચૂંટણી જીત્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ શુ પગલાં ભરે છે તેની ઉપર સૌની નજર રહેલી છે.