ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે.

સુરતમાં મોબાઈલ એપથી લોન આપતી કંપની સાથે એજન્ટોએ જ કરોડોની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. જે ભેજાબાજ એજન્ટોઓ એ 6.23 કરોડની ઠગાઈ કરી છે. દિલ્હી ની અકારા કેપિટલ એડવાઇસીસ પ્રા લિ સાથે ઠગાઈની ફરિયાદ સુરત ઇકો સેલમાં નોંધાઇ છે. બેન્ક એજન્ટોઓએ 580 વ્યક્તિઓના નામે 6.23 કરોડની લોન લઈ લીધી છે. એજન્ટોએ જુદી જુદી બેંકના સરખા સ્ટેટમેન્ટ બનાવી લોન એપ્લિકેશનમાં અપલોડ કર્યા છે.

અકારા કંપનીએ પણ ક્રોસ ચેક કર્યા વગર લોન આપી દીધી છે. જો કે, લોન ના હપ્તા નહીં ભરતા આ ભોપાળુ બહાર આવ્યું છે. અકારા કંપનીના અધિકારીએ ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક સેલમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.

જો કે રાજ્યમાં સતત ક્રાઈમની ઘટના બનતા સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે, શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથળી રહી છે.