અમદાવાદથી બ્રિજ ધરાશાય થયાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થયો છે. બોપલ નજીક મોહંમદપુરા ચાર રસ્તા બ્રિજ તૂટ્યો છે. નવનિર્માણ બ્રિજ તૂટી પડતા મોડી રાત્રે નાસભાગ મચી ગઈ હતી.

બોપલથી શાંતિપુરા રોડ ને જોડતો બ્રિજ તૂટ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. નિર્માણાધિન બ્રિજ જ તૂટી પડતા અનેક સવાલો છે.

બ્રિજ બેસી જતા જનતા તંત્રની ઝાટકણી કાઢી રહી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પગલાં લેવા જનતાની માગ છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આવી ઘટનાઓ થાય છે.

એસપી રિંગ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થતા મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. રણજિત બિલ્ડકોનને ઔડા દ્વારા બ્રિજનો કોન્ટ્રાકટ અપાયો હતો. ઔડા દ્વારા રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગને બ્રિજની કામગીરીની સમીક્ષા કરશે. ઔડાના અધિકારીઓએ મોડી રાત્રે તૂટેલા બ્રિજની મુલાકાત લીધી હતી. આજે પણ ઔડાની ટીમ આવીને ધરાશાયી બ્રિજની મુલાકાત લેશે.