અમદાવાદ અલકાયદાની ધમકી ને લઈને સેન્ટ્રલ એજન્સીઓ એલર્ટ પર થઇ ગઈ છે. વડોદરામાં PM નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને ગુજરાત ATS ની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા અને ગોધરા ના શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંક ના નવા મોડ્યુલ ની શંકા ને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ISISI ના ફન્ડીગ ને લઈને વડોદરા ના ડોકટર અને દાણીલીમડા ના ફેકટરીના માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે. એક શંકાસ્પદ યુવતીની પણ અટકાયત કરવામાં આવી છે.

ISIS સાથે કનેકશન હોવાની આશંકાને પગલે ATSને કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ સિરિયલ બ્લાસ્ટમાં શંકાસ્પદ ભુમિકા ધરાવતા વડોદરાના ડો. શાદાબ પાનવાલાની અટકાયત કરવામાં આવી છે. વડોદરામાંથી રાઉન્ડ અપ કરાયેલા ડો. શાદાબની વર્ષ 2008ના સિરિયલ બ્લાસ્ટ સમયે પણ પૂછપરછ કરાઈ હતી. શહેરના ફતેગંજ વિસ્તારમાંથી એક યુવતી અને ગોધરામાંથી એકની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાંથી એક કંપનીના ડાયરેક્ટર સહિત બેની અટકાયત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી ISISના હેન્ડલર સાથે સંપર્કમાં હોવાની શંકા સામે આવી રહી છે. તેને લઈને સાયબર ક્રાઈમ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ હાથ ધરી છે. રાઉન્ડ અપ કરાયેલા લોકો સાથે સંકળાયેલ અન્ય વ્યક્તિઓ અને તમામના સોશ્યિલ મીડિયા એકાઉન્ટની સાયબર ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.