ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ ૧રમી માર્ચ 2021ના અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, અમૃત મહોત્સવની ઊજવણી 15 ઑગસ્ટ 2023 સુધી ચાલશે.

આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઊજવણીમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ સહભાગી બન્યું હતું. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં જઈ ગ્રામજનોને કાયદાથી અવગત કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, આ જનજાગૃતિ અભિયાન આગામી દોઢ મહિના સુધી ચાલશે. જનજાગૃતિ અભિયાન માં અલગ-અલગ જજ વકીલો તથા વિદ્યાર્થીઓ ગ્રામજનોને કાયદાની શિક્ષા આપશે.