આજે પણ સફાઈ કામદારોની હડતાળ યથાવત જોવા મળી છે. સતત ત્રીજા દિવસે પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા હડતાળ યથાવત છે. આજે ત્રીજા દિવસે પણ સફાઈ કામદારો કામથી દૂર રહેશે. ત્યારે જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી સફાઈ કામદારો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

Amc સફાઈ કર્મચારીની હડતાળમાં સફાઇ કર્મીઓ ખેડૂતોના માર્ગે ચાલી રહ્યા છે. સૂત્રોચ્ચાર કરીને સફાઈ કર્મચારીઓ રોષ વ્યકત કરી રહ્યા છે. ત્યારે આજે ત્રીજા દિવસે ધરણા સ્થળે જ રસોડું શરૂ કરવામાં આવ્યું છે. ધરણાંમાં સામેલ લોકો માટે સ્થળ પર જ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ દ્વારા શાકભાજી સુધારવાની કામગીરી શરૂ છે. પુરુષો દ્વારા રસોઈ બનવવાની કામગીરી શરૂ છે. રસોડાની તૈયારીઓને જોતા આ લડત લાંબી ચાલે તેવી સંભાવનાઓ વ્યક્ત થઇ છે. 2500 લોકો માટેના રસોડાની તૈયારી સફાઇકર્મીઓ તૈયાર કરવામાં આવી છે.