સમગ્ર દેશ સહીત રાજ્યમાં પણ કોરોના વેક્સિનેશન નું કાર્ય પૂર જોશમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોટા ભાગના લોકો આ વેક્સીન લઇ રહ્યા છે જયારે હજુ પણ ઘણા એવા લોકો છે જે આ વેક્સીન લેવાથી ડરી રહ્યા છે. અને આ વેક્સીન લીધા બાદ શરીર સાથે તમામ વસ્તુઓ ચોંટી જાય છે તેવા ફોટો અને વીડિયોએ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.

જો કે હાલમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા વેપારી નમન જોશી સાથે પણ આ ઘટના ઘટી છે. તેમનું શરીર ચુંબકીય બની ગયું છે. જો કે તેઓએ, 9 મે 2021ના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

ઓનલાઈન પત્રકાર સાથેની વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં વ્યક્તિનું શરીર ચુંબકીય બની જાય તેવા અનેક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આથી મેં પણ ઘરે આ વસ્તુ ટ્રાય કરી હતી.વ્યક્તિની બોડી સાથે ખરેખર રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો ચમચી અને ચાવી સહિત અનેક ચીજવસ્તુઓ એમના બોડી સાથે ચોંટી જાય છે. જો કે ઘસીને બોડી સાફ કર્યા પછી પણ આ બધી જ વસ્તુઓ એમના બોડી સાથે ચોંટી જાય છે. જો કે, તેમનું માનવું છે કે, વેક્સિનના કારણે આવું થયું કે કેમ તે કહેવું યોગ્ય નથી. જો કે, આ ઘટનાએ તેમના પરિવારમાં કુતુહુલ સર્જયું હતું.

જો કે, અમદાવાદની માત્ર આ એક ઘટના નહિ, દેશ અને ગુજરાતમાંથી આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે ડૉક્ટરોએ જણાવ્યું છે કે, વેક્સિનના કારણે આવું થઈ રહ્યું છે તેવું કહેવું યોગ્ય નથી. જો કે, વસ્તુઓ ચોંટી જાય છે તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. જો કે, આ મામલે યોગ્ય રીસર્ચ કર્યા બાદ જ સાચું કારણ આપી શકાશે.