ગયા અઠવાડિયે ભારતે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા અને તે જ દિવસે અમદાવાદના પ્રતિષ્ઠિત સાબરમતી રિવર ફ્રન્ટે પણ એક દાયકો પૂર્ણ કર્યો છે. પ્રવાસીઓ અને મુલાકાતીઓના રસને ધ્યાનમાં રાખીને એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજના નિર્માણ સાથે વધુ એક આકર્ષણ તૈયાર કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમને જોડતા આ 300 મીટરના પુલનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજની ઘણી વિશેષતાઓ છે અને તેના લોકાર્પણથી લોકોને ઘણી સુવિધાઓ પણ મળશે. જેમ કે, આ પુલ મલ્ટી લેવલ કાર પાર્કિગ અને ઇસ્ટ અને વેસ્ટ બેંક પર વિભિન્ન સાર્વજનિક વિકાસને ફ્લાવર પાર્ક અને વેસ્ટ બેંકના ઇવેન્ટ ગ્રાઉન્ડની વચ્ચે પ્લાજાથી ઇસ્ટ બેંક પર પ્રસ્તાવિત કળા, સાંસ્કૃતિક, પ્રદર્શની કેન્દ્ર સુધી કનેક્ટિવિટી પ્રદાન કરી શકશે. રિવર ફૂટ ઓવર બ્રીજ પોતાના ડીઝાઈનમાં અનન્ય છે અને દેખાનાર તેની પ્રસંશા કરતા થાકી રહ્યા નથી,

એટલું જ નહીં, તે તકનીકી દૃષ્ટિકોણથી નદીની સાથે શહેરની સ્થિતિ અને સુંદરતામાં પણ વધારો કરશે. તેને એન્જિનિયરિંગ અજાયબીનો નમૂનો પણ કહી શકાય છે. આ ફૂટ ઓવર બ્રિજ સામાન્ય લોકોને સુવિધા તો આપશે જ પરંતુ અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની સુંદરતામાં પણ વધારો કરશે.