દેશમાં ઉડાન યોજના અંતર્ગત લોકલ કનેક્ટિવિટી વધારવા માટે મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમી સી-પ્લેન સેવા માટે 16-સી પ્લેન માર્ગ નક્કી કરવામાં આવ્યા, જેમાં દેશની સૌથી પહેલી સી-પ્લેન સેવા ગુજરાતમાંથી શરૂ કરવામાં આવી હતી. જે સી પ્લેન પ્રોજેક્ટનું સુરસુરીયું થઇ ગયું છે, ત્યારે હવે અમદાવાદમાં વધુ એક હવાઈ સેવા શરૂ કરવાના સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદીઓને નવા વર્ષની શરૂઆત સાથે નવી ભેટ મળશે. ત્યારે હવે નવા વર્ષમાં અમદાવાદના હવાઇ દર્શન શરૂ થવા જઈ રહ્યા છે. 1લી જાન્યુઆરીથી હેલિકોપ્ટરમાં અમદાવાદ ભ્રમણ સર્વિસ શરૂ થશે. જે અમદાવાદ દર્શન માટે 5000 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. જો કે અગાઉ સી પ્લેન પ્રોજેક્ટનું સુરસુરીયું થયા બાદ વધુ એક હવાઈ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે. જે હેલિકોપ્ટર સર્વિસ કેવડિયા શરૂ થયાને બાળ મરણ થયું હતું. ત્યારે હવે હેલિકોપ્ટર મારફતે મુલાકાતીઓ અમદાવાદ ભ્રમણ કરી શકશે.

જો કે હાલમાં સાબરમતી નદી પાસે સી પ્લેન સેવા હંગામી ધોરણે બંધ કરી છે. ત્યારે આ સી પ્લેન સેવા બંધ થતાં વધુ એક હવાઈ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. જો કે હવે સી પ્લેન ફરી શરૃ થશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ છે.