કરજણની પેટાચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારનો મતદારોએ ઊધડો લીધો હતો. કરજણની પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર અક્ષર પટેલ રોષનો ભોગ બન્યા છે. મતદારો વીડિયોમાં કહેતા જણાય છે કે સરકારો ખેડૂતોના હકના 25 કરોડ રૂપિયા આપી ઉપકાર કર્યો નથી. સરકારે ગંધારા સુગરનાં ખેડૂતોને રૂપિયા આપ્યા છે.

પ્રજાનો સવાલ – તમે કેટલા રૂપિયા લઇને પક્ષપલટો કર્યો

વીડિયોમાં ગ્રામજનો ભાજપી કાર્યકરને ઘેરી સવાલ કરતા દેખાય છે કે તમારા ઉમેદવારે કોંગ્રેસને કેમ છોડી. કેટલા રૂપિયા લઇ કોંગ્રેસ છોડી.. આ બધા પ્રશ્નોમાં કાર્યકરોએ ઉમેદવારનો બચાવ કરવા આવવું પડે છે. કાર્યકરોને મતદારોના પ્રશ્નોના જવાબ આપવા પડે છે. ગ્રામજનોએ કહ્યું કે અમારે જેને મત આપવો હશે. અમે તેને જ મત આપીશું.