અમદાવાદના ખોખરામાં મહિલા બુટલેગર સહિત 2ની ધરપકડ કરવામાં આવી છે. 31 ડિસેમ્બર ને લઈને દારૂનો જથ્થો લાવ્યા હતા. જે ખોખરા પોલીસે બાતમીના આધારે આ મહિલાની ધરપકડ કરી લીધી છે. તપાસ દરમિયાન નાણાવટી ચાલીમાં વિદેશી દારૂ મળી આવ્યો છે. ત્યારે પોલીસે આ વોન્ટેડ બુટલગરની શોધખોળ શરૂ કરી દીધી છે.

મહાનગરોમાં 31st ની પાર્ટીઓને લઈને શહેરમા જેમ પોલીસ સતર્ક છે તેવી જ રીતે શહેરના બુટલેગરોએ પણ શહેરમા એન કેન પ્રકારે દારુ ઘૂસાડવા કમર કસી રહ્યા છે. પરંતુ હાલમાં પોલીસની કડક તપાસને કારણે તેઓ ફાવી રહ્યા નથી. અમદાવાદમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે અને પોલીસે 31 ડીસેમ્બર જ્યારે નજીક આવેલી છે, ત્યારે બુટલેગરો દારું ઘુસાડવા માટે આવા નવા નુસખા અજમાવી રહ્યા જેને લઇને ગુજરાત પોલીસ પણ સતર્ક બની હોય અધધધ દારુ પકડાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂ બંધીનો કાયદાનો ભંગ ખુલ્લે આમ થતો રહે છે. નોંધનીય છેકે ભલે રાજયમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોય, પણ એક ચોંકાવનારી વાત એ છેકે દારૂ, ચરસ અને ડ્રગ્સની હેરાફેરીમાં લેભાગું તત્વો મોટી કમાણી કરી લેતા હોય છે. જેના અવારનવાર કેસો સામે આવતા રહે છે.