અમદાવાદ શહેરમાં ઓમીક્રોનના કેસ મામલે AMC એક્શનમાં આવી ગયું છે. જેને લઈને મનપા દ્વારા કોવિડ ટેસ્ટિંગ વધારવાની કામગીરી કરવામાં આવનાર છે. વિદેશમાંથી આવતા મુસાફરોના RTPCR કરવાની કામગીરી વધારવામાં આવશે. ત્યારે નેગેટિવ આવતા મુસાફરોને પણ સાત દિવસ હોમ કોરોન્ટાઇન રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. જે હાલમાં 400 થી વધુ મુસાફરો હોમ કોરોન્ટાઇન છે.

છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસમાં પ્રતિદિવસ 20 જેટલો વધારો નોંધાયો છે. જો કે 70 ટકા લોકોએ વેકસીનના બંને ડોઝ પૂર્ણ કર્યા છે. અત્યાર સુધી વિદેશથી આવતા 20થી વધુ મુસાફરો પોઝિટિવ મળ્યા છે. પોઝિટિવ આંક વધતા સર્તકતા વધારાઈ છે. RT-PCR ટેસ્ટ રિપોર્ટ, વેક્સીન સર્ટિફિકેટ અને ફોર્મ ભરાવ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવે છે.

શહેરમાં અગાઉ ઓમીક્રોનના બે દર્દીઓ અને બુધવારે 5 પોઝિટિવ કેસ આવ્યા હતા. શહેરમાં ડેઝીગન્ટ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. શહેરમાં સિવિલ અને SVP સાથે દસ હોસ્પિટલ કોવિડ ડેઝીગન્ટ જાહેર કરે છે. શહેરમાં 32 સ્થળોએ કિઓસ્ક ઉપર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. એક દિવસમાં 1200-1500 લોકોના અને તમામ ડોમ ઉપર 7000 લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવતા મુસાફરોમાં કોરોના સંક્રમણનું જોખમ વધ્યુ છે. જેને લઈને અમદાવાદ એરપોર્ટ પર સતર્કતા વધારી દેવામાં આવી છે. અમદાવાદમાં એરપોર્ટ પર પણ કેસો વધ્યા છે.