અમદાવાદમાં ઐતિહાસિક જગન્નાથ યાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. કોનાના બે વર્ષ બાદ 145 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવી રહી છે. આ સિવાય ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા AMC ના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવશે.

જગન્નાથજી મંદિરથી સરસપુર સુધીના રૂટ ઉપર સમીક્ષા કરવામાં આવશે. રોડ, ડ્રેનેજ અને નડતરરૂપ વૃક્ષ અંગે સમીક્ષા કરશે. 145 મી રથયાત્રા અગાઉ બાકી રહેલા કાર્ય તાકીદે પૂર્ણ કરવા આદેશ આપવામાં આવશે. રૂટ ઉપર આવતા જર્જરિત મકાનોની પણ સમીક્ષા કરવામાં આવશે.

આ સિવાય રથયાત્રાના રૂટ ઉપર 250 થી વધુ જર્જરિત મકાનોને નોટીસ આપવામાં આવી છે. ખાડીયામાં 125 મકાન,દરિયાપુરમાં 100 જેટલા વૃક્ષ જર્જરિત અવસ્થામાં રહેલા છે. રૂટ ઉપર આવતા જર્જરિત દરવાજા પણ સમારકામ કરવા સુચના આપવામાં આવશે.