ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. જ્યારે રાજકોટ શહેર અને જીલ્લામાં વધુ દસ કેસ પોજીટીવ આવ્યા છે. આ સિવાય એક વૃદ્ધનુ મોત થયું છે. ઉત્તરાખંડના પ્રવાસેથી પરત આવેલી વિદ્યાર્થીની પોઝીટીવ આવી છે. સ્કૂલના 40 વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા. જેતપુર ના અમરનગરમાં ધોરણ-2 માં સાત વર્ષનો અભ્યાસ કરતો વિદ્યાર્થી સંક્રમિત થયો છે.

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 98 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 69 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે વડોદરામાં 7 સહિત રાજ્યમાં 13 નવા ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. તેની સાથે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 32 નવા કેસ સામે આવ્યા છે. તેના સિવાય છેલ્લા અમદાવાદ શહેર, જામનગર શહેર અને પોરબંદરમાં કોરોનાની સારવાર દરમીયાન 1-1 દર્દીનું મોત નીપજ્યું છે.