ઘણા લાંબા સમય બાદ આજે કોરોના 100થી વધુ કેસ નોંધાયા છે. જે ચિંતાનો વિષય લાગી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 111 કેસ નોંધાયા છે તો બીજી તરફ 29 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,309 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. ત્યારે વડોદરા એરપોર્ટ પર ફેસમાસ્ક વગર પ્રવેશબંધી કરવામાં આવી છે.

વડોદરા એરપોર્ટ પર કોરોના નિયમોનું પાલન નહિ કરે તેવા મુસાફરોને મુસાફરી કરવા દેવામાં આવશે નહિ. ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશનના પરિપત્રને પગલે પગલાં ભરાયા છે. એરપોર્ટ પર માસ્ક પહેરનાર મુસાફરને જ એન્ટ્રી આપવામાં આવશે. જે કોરોના કેસ વધતાં વડોદરા એરપોર્ટ ઓથોરિટીએ આ નિર્ણય કર્યો છે.

રાજ્યભરમાં કુલ 43,858 નાગરિકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.02 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.07 ટકા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 10944 દર્દીઓનાં મોત થયાં છે.