અમદાવાદમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં સતત વધી રહેલા કેસોમાં છેલ્લા થોડા દિવસોથી ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી ૪ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં સતત કોરોના મહામારી વચ્ચે કાપડ મહાજનનો પ્રશંસનીય નિર્ણય લીધો છે.

અમદાવાદમાં મસ્કતી કાપડ માર્કેટ મહાજને મદદનો હાથ લંબાવ્યો છે. મહાજનના સભ્યોના કર્મચારીઓની સારવારનો ખર્ચ આપશે. પાંચ વર્ષથી વધુ સમયથી કામ કરતા કર્મચારીઓને મદદ કરશે. કોરોના થયો હોય તેમના ટેસ્ટ અને સારવારનો ખર્ચ આપશે. ઝડપથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા સૂચના અપાઈ છે.

અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોનાના કાળા કહેરે કેટલાય લોકોના ભોગ લીધા છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ઓક્સીજનની અછત પણ સર્જાયેલી છે. અમદાવાદમાં સર્જાયેલી આ અછતના કારણે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ હજાર ૬૧૬ અને ગ્રામ્યમાં ૫૫ કેસ સાથે કુલ ૪૬૭૧ કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન ૩ હજાર ૯૫૨ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા હતા. જ્યારે અમદાવાદમાં ૨૫ લોકોના મોત નીપજ્યા હતા. તેના કારણે આ આંકડો ૨ હજાર ૯૧૯ પહોંચી ગયો છે.