ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

 

રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3 રાજકોટ શહેરમાં કેસ નોંધાયા જેમાં બે કેસ એક જ પરિવારના સભ્યો છે. 2 પોઝિટિવ કેસ જામ કંડોરણા તાલુકામાં નોંધાયા છે. બીજી તરફ ઓમિક્રોનનો કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

 

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 74 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 14 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી.