ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. તેની સાથે અમદાવાદથી એક સારા સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોન ના દાખલ દર્દીને રજા આપવામાં આવી છે. નેગેટિવ રિપોર્ટ આવતા રજા અપાઈ છે. ગત 15 તારીખે દર્દીને દાખલ કરાયા હતા. 19 તારીખે ઓમીક્રોન રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આણંદના 48 વર્ષીય પ્રફુલ શસ્ત્રી લંડનથી આવ્યા હતા.લંડનથી અમદાવાદ આવ્યા ત્યારે એરપોર્ટ પર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ 1200 બેડ હોસ્પિટલ ખાતે 13 દિવસ દર્દીની સારવાર ચાલી હતી.
જ્યારે આ મામલે પ્રફુલ શાસ્ત્રી ઓમીક્રોનથી કોઈએ ડરવાની જરૂર નથી. 13 દિવસ ભાગવત ગીતા અને શિવ પુરાણ વાંચી પસાર કર્યા છે. મને કોઈ લક્ષણો ન હતા માત્ર ઓમીક્રોન રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 177 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 66 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 52 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.67 ટકા પહોંચ્યો છે.