સુરેદ્રનગરથી માનવતાને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. કેમકે સુર્રેન્દ્રનગરથી એવી ઘટના સામે આવી છે જેને સાંભળી તમને પર ગુસ્સો આવી જશે. પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા ના ધાગધ્રામાં અલગ-અલગ સ્થળેથી બે નવજાત જન્મેલા બાળકો ઉકરડામાં ત્યજી દેતા મૃત હાલતમાં મળી આવ્યા છે. જેના લીધે જિલ્લામાં હદયકમ્પી જાઇ તેવો કિસ્સો સામે આવ્યો છે.

સુરેન્દ્રનગરના ધાગધ્રાના રાજસીતાપુર ગામેથી મૃત હાલતમાં તાજું ત્યજી દીધેલ બાળક મળી આવ્યું છે. જ્યારે અન્ય ધાગધ્રા ના નવયુગ સિનેમા પાસે આવેલ કોમ્પ્લેક્સ પાસેની ગલીમાંથી પણ મૃત હાલત માં નવજાત શિશુ બાળક મળી આવ્યું છે. જેના લીધે સમગ્ર પથંકમાં ભાર ચકચાર મચી ગયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધ્રા તાલુકામાં એક જ દિવસમાં નવજાત બાળકોને ઉકરડામાં ત્યજી દેવા ના પગલે બન્ને નવજાત શિશુઓના મોત નિપજ્યા છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કામગીરી હાથ ધરી બન્ને નવજાત શિશુઓના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેની સાથે પોલીસ દ્વારા આ મામલામાં નજીકની હોસ્પિટલોમાં તપાસ શરૂ કરવામાં આવી છે.