કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી ત્યારે કેસમાં સતત નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને રેકોર્ડબ્રેક 13 હજાર 21 લોકોએ કોરોનાને માત આપી છે. ગઈકાલે 5મી મેએ 74 દિવસ બાદ નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 12 હજાર 545 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા એક સપ્તાહ એટલે કે સાત દિવસથી રાજ્યમાં દરરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાને હરાવી રહ્યા છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 75.92 ટકા પહોંચી ગયો છે

આ સિવાય ગઈ કાલે રાજ્યમાં 1 લાખ 86 હજાર 774 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 1 લાખ 60 હજાર 781 લોકોને પ્રથમ ડોઝ અને 28 લાખ 69 હજાર 476 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન કામ પૂર્ણ થઈ ગયું છે. કુલ મળીને 1 કરોડ 30 લાખ 30 હજાર 257નું વેક્સિનેશન કામ પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 27 હજાર 776ને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. જયારે 60 થી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 37 હજાર 609 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1 લાખ 9 હજાર 367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. 1 લાખ

રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 45 હજાર 972ના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8035 પહોંચ્યો છે. તેના સિવાય અત્યાર સુધીમાં 4 લાખ 90 હજાર 412 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 47 હજાર 525 એક્ટિવ કેસ રહેલા છે, જેમાંથી 786 દર્દી વેન્ટિલેટર પર રહેલા છે, જ્યારે 1 લાખ 46 હજાર 739 દર્દીની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.