આદિવાસીઓના મુદ્દે વિપક્ષે સરકાર સામે બાંયો ચડાવી છે. ગાંધીનગરમાં આજે આદિવાસી સત્યાગ્રહ આંદોલન શરૂઆત કરવામાં આવી રહ્યું છે. જે ગાંધીનગર છાવણી ખાતે આદિવાસી સમાજની મહા રેલી યોજાઈ રહી છે. આ મામલે અનંત પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

અનંત પટેલ દ્વારા કેન્દ્ર સરકાર સ્વેત પત્ર બહાર પાડે એવી માંગ કરી છે. તાપી-ધરમપુર થી અમારો અવાજ ગાંધીનગર પહોંચતો નથી. આજે ગાંધીનગર આવીને આપણો અવાજ મજબૂત કરવો છે. સરકાર કહે છે કે કોઈની જમીન લેવાના નથી. તો સરકારે 500 કરોડ શું કરવા બજેટમાં આપ્યા છે. જમીન નહીં લે તો ડેમ ક્યાં હવામાં બાંધશે.

તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સહિત આદિવાસીઓનાં પડતર પ્રાણ પ્રશ્નો અને માંગણીઓને લઇને કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદીવાસી સંમેલન યોજીને ભાજપા સરકારને ઘેરવા એકઠા થયા છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોની જમીન રાજ્ય સરકારે વિવિધ પ્રોજેક્ટ હેઠળ લઈને પુરતું વળતર પણ આપવામાં આવ્યું નથી. સરકાર દ્વારા લાખો આદિવાસીઓનાં ઘર છીનવી લેવામાં આવ્યાં છે, તેમની જમીન કબજે કરી લેવામાં આવી છે. તે લોકોમાં આ વાતને લઈને આક્રોશ છે. ત્યારે તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ગાંધીનગરમાં આદીવાસી સંમેલન કરવામાં આવ્યું છે.