પોલીસ શહીદ દિવસ નીમિતે રાજ્યભરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત સુરત જોઈન્ટ પોલીસ કમિશ્નર પ્રવીણ મલે શહીદ પોલીસને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી.

કોરોનામાં પોતાના પોલીસ દોસ્તોને ગુમાવનાર જોઈન્ટ પોલીસ કમિશ્નરે શ્રદ્ધાંજલિ આપી હતી. યે દોસ્તી હમ નહીં તોડેંગેનું ગીત ગાઈ જોઈન્ટ પોલીસ કમિશ્નરે આપી અનોખી શ્રદ્ધાજલિ આપી છે. કોરોના કાળ દરમિયાન વોરિયર્સ દ્વારા 100 કરોડ લોકો ને વેકસીનેટેડ કરવાનો ઐતિહાસિક રેકોર્ડ ને કાર્યક્રમ બિરદાવવાનો હતો.

જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલે કોરોના માં મૃત્યુ પામેલા તમામ પોલીસ જવાન ને દોસ્ત માન્યા છે.કોરોનાકાળમાં પોતાના જીવનની ચિંતા કરવા વગર લોકોની સારવાર કરનાર સિવિલ નર્સિંગ સ્ટાફ અને ડૉકટર ને કોરોના વોરિયર્સઓનું પોલીસ દ્વારા અનોખું સન્માન આપવામાં આવ્યું હતું.

હિંદી ફિલ્મનું ગીત * યે દોસ્તી હમ નહીં તોડેંગે તોડેગે દમ મગર તેરા સાથ નહિ છોડેંગે * સોંગ ગાઈ સૌ કોઈને શ્રદ્ધાંજલિ આપી હતી. જોઈન્ટ પોલીસ કમિશ્નર પ્રવિણ મલને આ રીતે સોંગ ગાતા જોઇ સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા.