અમદાવાદ એરપોર્ટ પર વન્ય પ્રાણીઓનું આગમન થયું છે. એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જામનગરમાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. રશિયન કાર્ગો વિમાનમાં મોડી રાતે વન્ય પ્રાણીઓ લાવવામાં આવ્યો છે. રેસ્ક્યુ માટે 20 ટ્રેલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે ટિમો તૈનાત કરવામાં આવી છે. જેમાં 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાહુડી, 10 જગુઆરેંડી, 10 લિંક્સ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસમાં વધુ વન્ય પ્રાણીઓ અમદાવાદ ફલાઇટમાં લાવવામાં આવશે.

‘ગ્રીન્સ ઝુલોજિકલ’, ‘રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ના નામે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય લોકો માટે ખૂલ્લું રહેશે. પણ હાલ ઝડપથી તેણે આખરી ઓપ આપવાનું કામકાજ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. જેના માટે આ તમામ પ્રાણીઓને લાવવામાં આવ્યાં છે.

આ સંગ્રહાલય આમ જનતા માટે ખૂલ્લુ નહીં રહે. રેસ્ક્યૂ સેન્ટર RILની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. જે એક જ સ્થાને પ્રાણીઓની સંખ્યા અને પ્રજાતિની દ્રષ્ટ્રિએ જામનગરમાં મેગા ઝૂ બનાવવામાં આવી રહ્યું છે. રેસ્ક્યૂ સેન્ટર RILની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે.