સુરતમાં કાપડ ઉદ્યોગ પર GST દર વધારવાનો મામલો હાલ ચર્ચામાં છે. કેમકે ૧ જાન્યુઆરીથી કાપડમાં ઉદ્યોગમાં મોટા ફેરફાર આવવાનો છે. ૧ જાન્યુઆરીથી કાપડ પર 5 ટકા GST ટેક્સ વધારી 12 ટકા થઈ જશે. તેને લઈને કાપડ ઉદ્યોગના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તેના લીધે સુરતમાં GST ને લઈને વિરોધ કરવામાં આવતા આજે એક દિવસ માટે ટેકસટાઇલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કાપડ પર અગાવ 5 ટકા GST ટેક્સ હતો તેને વધારી 12 ટકા કરવામાં આવ્યો છે. 1 લી જાન્યુઆરી થી નવા GST દર લાગુ તેનો વિરોધ કરવામાં આવ્યો છે.

સુરતમાં આજે અંદાજિત 165 થી વધુ માર્કેટની અંદાજિત 70 હજારથી વધુ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે રિંગ રોડ પરની વાત કરીએ તો મોટા ભાગની માર્કેટ, રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે. કાપડ માર્કેટનાં વેપારીઓ બંધ પાળ્યું છે. કાપડમાં 5 ટકા GST વધારીને 12 ટકા GST કરવા અંગે વેપારિયો વિરોધ કરી રહ્યા છે.

ગઈ કાલે કેન્ડલ માર્ચ યોજીને માર્કેટના વેપારીયોએ વિરોધ કર્યો હતો. આજે એક દિવસ બંધ પાળીને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. કાપડમાં હાલ 5 ટકા છે, GST નો દર ૧૨ ટકા કરવામાં આવવાનો છે તેને લઈને વિરોધ છે.

સુરત શહેરના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોજ, ગરેડિયા કૂવા રોડ, કડિયા નવ લાઇન અને ગુંદાવાડી સહિતની મુખ્ય બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જીએસટીનો વધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે.

સુરતમાં કાપડ ઉદ્યોગ પર GST દર વધારવાનો મામલો તેના કારણે ચર્ચામાં છે. જ્યારે વિવર્સ દ્વારા વિરોધના કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા છે. સહારા દરવાજા ખાતે વિવર્સ ભેગા થયા છે.

લુમ્સ કારખાનેદારો 30 અને 31 ડિસેમ્બરે કાર્યક્રમ રખાયા છે. બે દિવસ કાળી પટ્ટી પહેરી ધરણા કરશે. આજે કાળા વાવટા બતાવી વિરોધ કરી રહ્યા છે. વાવટા ફરકાવી અને થાળી વગાડી વિરોધ કરશે. GST દરની માંગ નહિ મનાય તો એક જાન્યુઆરી એ એક દિવસ માટે કારખાના બંધ રાખશે. સુરતના ફોગવા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.