મોંઘવારીનો વધુ એક ફટકો જનતા પર પડ્યો છે. છેલ્લા ઘણા સમયથી રોકાયેલા પેટ્રોલ-ડીઝલના ભાવ રોકાયેલા હતા. જ્યારે આજે હવે તેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ખુબ જ વધારો થયો છે. તે કારણોસર અત્યારે ડીઝલ કંપનીઓને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લિટર પડી રહ્યું છે. તેની સાથે પેટ્રોલ પણ મોંઘા ભાવે પડી રહ્યું છે.

અમદાવાદમાં એક વાર ફરી ઇંધણના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમાં પેટ્રોલના 80 પૈસા જ્યારે ડિઝલમાં 84 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો નવો  ભાવ 95.93  પહોંચ્યો છે જ્યારે જૂનો ભાવ 95.13 પૈસા પહોંચેલ છે. જ્યારે ડીઝલનો નવો ભાવ 89.96 પહોંચ્યો છે જ્યારે જૂનો ભાવ 89.12 પૈસા રહ્યો હતો.

વડોદરામાં ચાર મહિના બાદ પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં વધારો થયો છે. વડોદરામાં ડીઝલમાં 1.05 પૈસા અને પેટ્રોલ માં 80 પૈસાનો વધારો કર્યો છે. ગઇ કાલે ડિઝલનો ભાવ 88.62 પૈસા હતો તે વધી ને 89.67 પૈસા થયો છે. પેટ્રોલ નો ભાવ. 94.84 પૈસા હતો તે વધી ને 95.64 પૈસા થયો છે. પાંચ રાજ્યો ની ચૂંટણી પછી પેટ્રોલ ડિઝલ ના ભાવમાં વધારો શરૂ થયો છે. યુક્રેન અને એશિયા ના યુદ્ધ ને કારણે પણ લોકો ને ભાવ વધારાનો ભય હતો. અંતે હવે તેમાં વધારો થયો છે.

રાજકોટમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ૧૩૭ દિવસ બાદ ભાવ વધારો થયો છે. રાજકોટમાં પેટ્રોલના ભાવમાં ૮૦ પૈસાનો વધારો થયો છે. જ્યારે રાજકોટમાં આજના પેટ્રોલના ભાવ ૯૬.૦૩ થયા છે. ડિઝલના ભાવમાં ૮૪ પૈસાનો વધારો થયો છે. આજના ડિઝલના ભાવ ૯૦.૦૮ થયા છે. લોકોએ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા રજૂઆત કરી છે.