સુરત ઉમરા પોલીસના ત્રણ પોલીસ કર્મીઓ સામે હત્યાના પ્રયાસ નો ગુન્હો નોંધવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જે માસ્ક નહીં પહેરવા બદલ યુવાન ને ઢોર માર મારવામાં આવ્યો હતો જેને લઈને આ યુવાનને ગંભીર ઈજાઓ થતા તે કોમા માં સરી પડ્યો હતો. જે વેસુની કોફી શોપમાંથી બહાર આવેલા સમીર અન્સારી ને ઉમરા પોલીસ ના ત્રણ કર્મીઓ ઢોર માર માર્યો હતો. માસ્ક નહીં પહેરવા અને કરફ્યુ નો સમય થઈ ગયા નું કહી તેને માર માર્યો હતો.

એટલું જ નહીં ત્રણેય પોલીસ કર્મીઓ સમીર ને પોલીસ વાન માં બેસાડીને લઈ ગયા હતા. ત્યારબાદ સમીર ના મિત્રને ફોન કરી પોલીસે કહ્યું કે સમીર ચાલુ વાને કૂદી પડતા ઇજાગ્રસ્ત થયો છે જેથી તમે સિવિલ આવી જાઓ. જો કે સમીરને માથાં માં ગંભીર ઇજા થતાં તે કોમમાં સરી પડ્યો હતો. ઉમરા પોલીસે પોતાના પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નહીં નોંધતા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.

કોર્ટે ઉમરા પોલીસ સ્ટેશનના નિતેશ, ધનસુખ સહિત ત્રણ કર્મીઓ સામે હત્યાના પર્યસનો ગુન્હો નોંધવા આદેશ કર્યો છે. અને સાથે સાથે કેસ ની તપાસ ACP થી ઉચ્ચ કક્ષાના અધિકારીને સોંપી તેનો રિપોર્ટ કોર્ટને કરવા જણાવ્યું છે.