ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધુ એક દર્દીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જે રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલ કોરોના પોઝિટિવ દર્દીએ આપઘાત કરી લીધો છે. આ કોરોનાના દર્દીએ ચોથા માળે થી નીચે ઝંપલાવી ને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. જે ગત રાત્રે 1.30 વાગ્યે સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં દાખલ પોઝિટિવ દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી જિંદગી ટૂંકાવી લીધી હતી. દર્દીને બચાવવા માટે સિવિલ હોસ્પિટલના બે કર્મચારીએ પાછળ દોટ મૂકી હતી પણ બચાવી શક્યા નહોતા.

ઘટના ની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, દર્દીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે હજુ જાણી શકાયુ નથી. પોલીસ તપાસમાં આપઘાત કરનાર દર્દીનું નામ જાગાભાઇ મોહનભાઇ ભલગામડીયા(ઉં.વ.50) હોવાનું અને તે કુવાડવાના સાયપર ગામમાં રહેતાં હોવાનું ખુલ્યું હતું. જો કે આ અગાઉ પણ શહેરમાં સમરસ હોસ્ટેલ ખાતે અને હોમ આયસોલેટ પોઝિટિવ દર્દીએ આપઘાત કર્યાના બનાવ બની ગયા છે.

રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 524 કેસ સામે આવ્યા છે જેમાં શહેરના 397, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 127 છે. તેની સાથે કોરોનાના કેસ ઘટવાની સાથે મોતના આંકડા પણ ઘટયા છે. છેલ્લા 24 કલાકમાં 72 નાં મોત નીપજ્યા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 99,41,391 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,31,820 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,25,73,211 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,272 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 36,177 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 67,368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.